કોઈ અહીં કોઈ ક્યાંય જાશે, નથી ખબર કોણ ક્યાં જાશે
નાનકડા દિલમાં પાંગરેલી પ્રીતની પાંખડી અહીંની અહીં વેરાશે
કોઈ દેશ જાશે કોઈ વિદેશ, કોઈ તો પરદેશ રે જાશે
એક એક પાંખડી છે પ્રસંગોની યાદી, વેરણછેરણ વેરાતી જાશે
અબોલ પ્રીતનું ગાણું, સૂના દિલમાં સૂનુંસૂનું ગુંજતું જાશે
જગ છોડી જ્યારે સહુ જાશે, ત્યારે પાંખડીઓનું શું થાશે
હૃદય પકડી ઘૂમ્યા ઘણું, નમીનમી વંદન કર્યાં, શું સાથે આવશે
કોઈ પાંખડી એની હાથમાં એને સુગંધ એ તો દેતી જાશે
કોઈ પ્રીતનાં સ્મારક રચાશે, શું એ જોવા આવી શકશે
પ્રભુ સંગે પ્રીત બાંધી જ્યાં, એના દ્વારે તો પહોંચાડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)