આજે મોટા થવામાં મજા નથી
માથે લઈલઈ બોજો ફરો, બદલામાં મળે માનહાનિ
ના ગુસ્સો કરાય, ના કહેવાય, કરાવે મનધાર્યું પાસે અપાર
કહેવા જઈએ કાંઈ, પડી રહ્યા ચૂપચાપ
ફરવા નીકળી પડે ટીપટોપ થઈ, પૂછે ના તમે આવશો ક્યાંથી
રોજેરોજે ઉડાવે, પૂછશો ના કદી વાત મારા ભાઈ, તમે ડાહ્યા તો થઈ
અમારું દલડું જાણે, દિલ પર શું વીતી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)