પાડવાં હતાં સાગરે બે આંસુ, ઝીલનારું દિલ ગોતતું હતું
પાડી આંસુ ખુદેખુદમાં, સાગરે ખારું વધુ બનવું ના હતું
જોઈને અનેક દુઃખીઓ જગતમાં, અંતર સાગરનું દુઃખી થાતું હતું
ઘુઘવાટમાં એના, હીબકાં એનાં સાંભળનારું ત્યાં કોઈ ના હતું
જીવનનાં બે આંસુમાં, હૈયું જ્યાં સહુનું છલકાઈ જાતું હતું
સાગરનાં બે આંસુ ઝીલનારું દિલ-સાગરને મળતું ના હતું
જાતા કિનારે બેસવા બધા, ના કોઈ એની વ્યથા જાણતું હતું
આપીઆપી મહત્ત્વ ખુદને રહ્યા, અન્યને સમજવું ના હતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)