હતી સફર એવી નાવડીમાં, કર્યો પાર દરિયો, કિનારે આવી ડૂબ્યા
વીંધવાં હતાં જીવનમાં લક્ષ્યને, તીર છોડતાં પહેલાં, ધનુષબાણ તૂટયાં
કાઢવા બેઠા મોહનાં ભૂતને, નીકળ્યાં ના ભૂત, ભૂતને વળગ્યા
અદ્ભુત હતાં કર્મનાં તો લેખાં, રહ્યા એને ગણતાં ના એ ખૂટયાં
સપનાની સૃષ્ટિમાં ઊંડા ઊતર્યા, જ્યાં એમાં સરકતા ના એ ખૂટયાં
વિસ્તરતી રહી જ્યાં સીમાઓ દુઃખની, ના પાર એને કરી શક્યા
રોજનું જીવન છે હકીકત જીવનની, ચડી ખ્યાલોમાં ખોટા એને ભૂલ્યા
ચેત્યા ના ચેત્યા કર્મોની સફરથી, રહ્યા કરતા સફર, કર્મો ના ખૂટયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)