છે કર્મનો એક છેડો હાથમાં તારા, પ્રભુના હાથમાં છે એનો બીજો છેડો
એ બેની વચ્ચે રહ્યો છે જીવનમાં, કર્મની રમત તું રમતો ને રમતો
પડશે જ્યાં એમાં ગાંઠો, ખેંચશે પ્રભુ એ એનો છેડો, છૂટશે એ બધી એ ગાંઠો
કરશે તું ખોટી ખેંચાતાણી એમાં, મજબૂત બનશે એ ગાંઠો
તારા ને તારા અહંકારે ભેગું કરેલું છે, તારા માટે તો ભાથું
સમજીસમજીને નહીં સમજાય, કર્મનો હિસાબ છે એવો અટપટો
ભાગ્યના નામે ભોગવે તું હિસાબ, કર્મનો તો રે તારો
હસતાં હસતાં બાંધ્યાં એવાં, હવે રડતાં પણ છૂટે ના એનો છેડો
શરણાગતિ સ્વીકાર્યા વગર આવે ના, એમાંથી છૂટવાનો આરો
પ્રભુ શરણ વગર નથી એમાંથી છૂટવાનો કોઈ ઉપાય તારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)