સમજાતું નથી, અમારા જીવનની હકીકતને ઊલટી કેમ સમજ્યા છો
અમારા પ્યારભર્યાં ઉત્સાહને, ઘેલછા તમે તો કેમ સમજ્યા છો
અમારા પ્રભુ પ્રત્યેના પ્યારને જીવનમાં, શાને અમને પાગલ સમજ્યા છો
અમારા જીવનની હકીકત છે અમારી, શાને અન્ય સાથે તુલના કરવા દોડયા છો
છીએ અમે મુક્તિપથના યાત્રી, પ્રભુપ્રેમને બંધન તમો સમજ્યા છો
દુઃખદર્દભરી છે ભલે અમારી કહાની, લાચારી એને શાને સમજ્યા છો
મળી ભલે યત્નોમાં નિષ્ફળતા, સફળતાની દુર્ગતિ શાને સમજ્યા છો
છે મુક્તિની તો સફર અમારી, એક એક ડગલું તૈયારીનું ના કેમ સમજ્યા જો
રાખી નજરમાં પ્રભુને ચાલ્યા જીવનમાં, ના કેમ એને તમે પ્રભુની કેડી સમજ્યા છો
હસતા ને હસતા રહ્યા ભલે અમે જીવનમાં, ના દિલનું દર્દ તમે સમજ્યા છો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)