મોતને કોઈ નોતરતું નથી, તોય એ તો દોડ્યું આવે
`મા' ને તમે નોતરું દો, તોય એ તો બહુ રાહ જોવરાવે
સાચા કે ખોટા, નાના કે મોટા, મોત સૌની પાસે આવે
સાચા કે ખોટાની લઈને પરીક્ષા, `મા' સૌની કસોટી કરાવે
મોત જ્યારે ભેટે જેને, અંતે એ તો ભોંય પર સુવડાવે
`મા' જ્યારે ભેટે જેને, એને એ તો હૈયે ખૂબ લગાવે
પાપ-પુણ્યનો હિસાબ ન રાખી, મોત સૌને એક લાકડીએ હાંકે
પાપ-પુણ્યની તો યાદ અપાવી, `મા' સૌને ચિંતા કરાવે
મોત પણ જ્યાં, `મા' ના એક ઇશારે સદા નાચે
સમજીને હવે `મા' ને ભજી લો, બાજી હાથથી ન જાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)