ક્ષણેક્ષણનો બનજે જીવનમાં સ્વામી, ના બનજે એનો તું દાસ
બન્યો એક વાર જ્યાં દાસ એનો, રહેજે તૈયાર કરવા સહન એનો ત્રાસ
જવા ના દેજે ક્ષણને નજરબહાર, નજરબહાર ગયેલી ક્ષણો મચાવે ઉત્પાત
હશે ક્ષણ જે હાથમાં તારા, પાડશે જીવનમાં એ તો તારી ભાત
રોકાઈ ના રોકાશે, ખેંચાઈ ના ખેંચાશે, રાખજે ક્ષણને તારી સાથ સાથ
ક્ષણ તો ક્ષણ હશે, હશે એ ગમે તેવી, પડશે ભીડવી એની સાથે બાથ
લાગશે ના જીવનમાં એ વેરી, ઉપયોગ એનો જ્યાં કરતાં આવડી જાય
વેડફાશે ના ક્ષણ જીવનમાં, ક્મિંત જીવનમાં જ્યાં એની સમજાઈ જાય
નરને બનાવશે એ નરોત્તમ, જ્યાં ક્ષણેક્ષણનો પૂરો ઉપયોગ થાય
ક્ષણેક્ષણનો બનીને જીવનમાં સ્વામી, ના બનજે એનો તું દાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)