એ એક ખૂટતી કડી રે જીવનમાં, મને મળતી નથી, મને મળતી નથી
ખોવાઈ ક્યાં અને ક્યારે, એની મને ખબર નથી, મને એ તો મળતી નથી
એ કડી વિના તો, જનમોજનમના, યત્નોને સફળતા મળતી નથી
એ કડી વિના જીવનમાં તો, પ્રભુના સાથે તાર તો જોડી શકાતા નથી
કરી લાખ કોશિશો તો જીવનમાં, તોયે જીવનમાં હજી મને એ મળી નથી
મળશે જીવનમાં ભલે રે બધું, એ કડી વિના તો પૂરું લાગવાનું નથી
એ કડી વિના જીવનમાં, પ્રભુની કડી સાથે, કડી તો જોડી શકાતી નથી
છે એ એક કડી તો મહત્વની, મળતાં તો એ કડી, બીજીની જરૂર રહેતી નથી
એ એક કડી વિના તો જીવનમાં હોય બધું, એ તો શોભી શક્તું નથી
એ પ્રભુપ્રેમની કડી, પ્રભુની શ્રદ્ધાની કડી મળતાં, પ્રભુ આવ્યા વિના રહેતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)