સત્સંગનો તો મહિમા છે મોટો, સત્સંગનો તો મહિમા મોટો
તપસ્વીઓ તપ ખૂબ તપ્યા, તોય ના ચૂક્યા સત્સંગની પળો
ભક્તજનો ભક્તિમાં ડૂબ્યા, તોય રહ્યો સૌને સત્સંગનો સહારો
કંઈક પાપીઓના ઉદ્ધાર થયા, સત્સંગનો મળ્યો એક ઇશારો
સત્સંગ જીવનમાં હળવી બનાવે, સંસારની તો કંઈક તાણો
અમૂલ્ય સત્સંગ તો એને મળશે, જાગે પૂર્વજન્મના પુણ્ય પ્રભાવો
વાલિયા ભીલમાંથી વાલ્મીકિ થયા, છે સત્સંગના એવા પ્રતાપો
ધ્રુવ અવિચળ પદવી પામ્યા, છે સત્સંગના અનોખા પ્રતાપો
પુરાણો કંઈક કથા કહી ગયા, સત્સંગથી જીવન બદલાયાનો
પળ જેટલી સત્સંગમાં જાશે, પળો એ પાપમાંથી તો મુક્ત થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)