હતી રાહ મહોબ્બતની નવીનવી, વફાદારી ક્યાંથી નિભાવશે
પહોંચશે મહોબ્બત મંઝિલે ક્યાંથી, અધવચ્ચે તોફાનો આવશે ને જાગશે
દુનિયા દર્દની બેરહમ બનશે, પુષ્પ મહોબ્બતનું અકાળે કરમાઈ જાશે
દર્દ એનું તો દિલમાં હશે, ના દર્દ વિનાનું દિલ એમાં રહેશે
કહેશું વાત એની તો કોને, મહોબ્બતભર્યું દિલ એને સમજી શકશે
હતું દિલમાં જોમ, રાહ મહોબ્બતની જીવનમાં તો એ કંડારી શકશે
મહોબ્બતના વીરા જગમાં જીવનને તો છિન્નભિન્ન કરી નાંખશે
સ્વપ્નાં એનાં જ્યાં હતાશામાં ડૂબ્યાં, નવી દુનિયા ના રચી શકશે
મહોબ્બત તો છે જીવનનું મિષ્ટાન, જોજે અધવચ્ચે ના ઝૂંટાઈ જાયે
રાહ મહોબ્બતની છે ઘર્મ, મહોબ્બતથી જીવનમાં એ તો સમજાઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)