છત્રછાયા નીચે છીએ તારા પ્રભુ, દુઃખની વાદળી આવી ક્યાંથી ધસી
કહીએ સદા જાગૃત છીએ અમે, અવગુણો હૈયામાં આવ્યા ક્યાંથી ઘૂસી
પ્રેમ જેવું અમૃત ત્યજી, જીવનમાં વેરના કટોરા શાને પી રહ્યા છીએ
સાંભળે ના પ્રભુ જઈએ અકળાઈ, પ્રભુના ઇશારા સમજાતા નથી
લટાર મારવી છે જગને ખૂણેખૂણે, તાઢ-તાપ સહન તો કરી શકતા નથી
ભમીભમીને પણ ભોમિયા ના બન્યા, ભૂલો કરતાં ને કરતાં રહ્યા છીએ
અદબ વાળેને ભલે નથી બેઠા, ના સાચી રાહે તો ચાલ્યા છીએ
ભરીભરી ઘણી ઇચ્છાઓ છે હૈયે, કૂદાકૂદી કર્યાં વિના રહેવાની નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)