ઘૂમે-ઘૂમે મનડું મારું, ઘુમાવે મને જ્યાં ને ત્યાં
શાંત ના બેસે એ જરાય, ઘૂમે અહીં ને કદી ક્યાં ને ક્યાં
ઘૂમતા થાકે એ તો જ્યારે જ્યાં ને જ્યાં
ફરી-ફરી પાછું આવે પાસે, ત્યારે ત્યાં ને ત્યાં
દોડા-દોડી છે આદત એની, થકવે મને એ તો સદાય
દોડી-દોડી સાથે થાકતો હું તો, ન સુધર્યું એ ક્યાંય
જનમથી છે એ તો સાથે, અધવચ્ચેથી એ છૂટે ના
કોશિશ કરી ઘણી શાંત કરવા, શાંત એ થાયે ના
મૂંઝારો હૈયે થાયે મારા, આદત એની એ છોડે ના
થાકી-પાકી, ગયો એ તો પાસે, ઉપાય બતાવ્યો ત્યાં ને ત્યાં
ભક્તિ કેરું અમૃત પાવું કર્યું શરૂ, જ્યાં આપ્યું એણે ત્યાં
ફરી-ફરી જાવા લાગ્યું એમાં, સ્થિર થાવા લાગ્યું ત્યાં ને ત્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)