એક વાર થવાનું હતું એ થયું, વિચાર હવે શાને એનો કરે છે
મળવું એનું ખેંચાણ થાવું, એકબીજાનું બનવું એ થવાનું તો છે
પ્રગટાવી લાગણી ખેંચાવું એમાં, એ થવાનું હતું ને એ થયું છે
દિલ બેકાબૂ બન્યાં મિલન ઉત્સુક બન્યાં, બન્યું એ બનવાનું છે
ચિત્ત ત્યાં ચોરાયાં ચેન પામવા, ચોરનાર પાસે જવું પડવાનું છે
ગણાયા ઘેલા કે ગણાયા ડાહ્યા, ના એ ધ્યાનમાં આવવાનું છે
ક્રિયાએ બધી કેન્દ્રિત એ વિચારોમાં, એ તો બનવાનું છે
જમાના રહ્યા છે, હરકતના સાક્ષી, એ સાક્ષી રહેવાના છે
સુખી થયા કે દુઃખી થયા, હારજીત પર એ રહેવાનું છે
યુગો જૂની છે આ કહાની બદલાય પાત્રો, કહાની એ જ રહેવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)