એવી કેવી રે ગાંઠ મનમાં પાડી, તારી છોડે હવે છૂટતી નથી
દુઃખદર્દમાં જઈ સરી ઉપાધિ જીવનમાં શાને લીધી વ્હોરી
પ્રેમના તાંતણે બંધાયા સહુ શાને, પ્રેમની દોરી ના મજબૂત કરી
ખોટાં શાણપણોની દીવાલ ઊભી કરી, શુભ વિચારોની કરી બંધ બારી
આશાના તાંતણા રાખ્યા ના હાથમાં, ભૂલ જીવનમાં આવી શાને કરી
હરેક કાર્યો તારાં છે એની ઉપાધિ તરફની તો મુસાફરી
છે જગ બે દિવસનો મુકામ તારો, કાંટાઓની સેજ શાને બિછાવી
લોભ-લાલચનાં બીજ રહ્યો વાવતો, રહ્યો ઉપાધિઓમાં લણી
આસક્તિના ભડકા હૈયે જગાવી, દીધું જીવન એમાં રોળી
ગૂંથાયેલો રહ્યો આમાં ને આમાં, પ્રભુ કાજે ના ફુરસદ મળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)