ખ્યાલોમાં ને ખ્યાલોમાં જ્યાં સમાઈ ગયા આપ ને આપ છો
હસ્તી મટી ગઈ જ્યાં મારી તમારા વિના ના ત્યાં બીજું રહે છે
દુઃખદર્દની પણ યાદો મટી જાશે, જ્યાં યાદો એમાં તો જ્યાં રહેશે,
દુઃખદર્દ રહેશે એમાં ક્યાંથી
મારી તબિયતે કરી ઊભી દીવાલો જીવનમાં, મેં મારી તબિયતને કરી હતી ઊભી જીવનમાં, મટાવી દીધો મેં જ્યાં મને એમાં, પ્રભુ તારા વિના રહેશે શું બાકી
જાણું છું હું કે અકર્તા તું છે, કર્મો ને કર્મોની યાદો ભૂલી,
અરે દીધી છે જીવનની યાદો તને તો સોંપી...
હશે દિલમાં કાળપ જો ભરીભરી, હશે ભાવોમાં કાળપ જાશે ઊભરી,
માંડવી નજર એમાં તારી સામે રે ક્યાંથી
જુદાઈ સાલે છે તને ને મને બંનેને દીવાલો તોડયા વિના,
એક બનાશે એમાં તો ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)