છે પરમાત્માના મહાસાગરનું, તું તો એક નાનું બિંદુ
અહંનો એકડો કાઢી નાખીશ તો, બની જાશે તો એક મીંડું શૂન્યનું
હટયો જ્યાં અહંનો એકડો, શૂન્યને બનશે સાગરમાં ભળવું સહેલું
વ્યાપકતાનો સિંધુ છલકાયો હૈયે, બની જાશે બિંદુ એ સિંધુ
મળતાં ને મળતાં રહેશે, પીતાં ને પીતાં રહેશે એની કૃપાનાં બિંદુ
લોભ લાલચનું રોકશે જ્યાં ઝરણું, જાશે બની પ્રેમસાગરનું બિંદુ
જાશે ઓગળી જ્યાં અવગુણોનો સિંધુ, પ્રકાશી ઊઠશે અસ્તિત્વનું બિંદુ
દુઃખ ના લાગશે દુઃખ એમાં જાશે બની, ત્યાં એ સુખસાગરનું બિંદુ
ના દોસ્ત હશે ના દુશ્મન હશે, નિહાળશે સર્વમાં અસ્તિત્વ પોતાનું
છે અનોખું એવું એ પૂર્ણ પરમાત્માનું પૂર્ણ તેજ્સ્વી બિંદુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)