છે જીવનમાં તું તો ત્યાં ને ત્યાં ઊભો, હશે ડગ બે પીછેહઠ કરી
છે એમાં એ તો તારી ને તારી બેદરકારી (2)
આવી ઊભો સામનો જીવનમાં, સામે એની તેં તો આંખ બંધ કરી
ખોટી શાન પાછળ દોડયા, ગુમાવીને જીવનની એમાં ખુમારી
સ્વાર્થને દીધો એવો વધારી, દીધો આત્માને એમાં હણી
આદતે આદતે લાવી ઉપાધિ, તોય આદતો તો ના સુધારી
ખોટી ઉપાધિમાં સમય વીતાવી, ગયો જીવનમાં એમાં હિંમત હારી
સુખશાંતિ પામવા ભાગે અહીંતહીં, ના એમાં તારી એક ચાલી
ઇચ્છાઓ ને ભ્રમણા પાછળ દોડી, સમજદારી પોતાની બધી ગુમાવી
જીવન મળ્યું હતું પ્રભુને પામવા કાજે, ના કે કરવા ધૂળધાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)