કર્મોના હાથનું છે એ રમકડું, ખેલ ખેલી રહ્યો છે કર્મોની સાથ
આવી જગમાં છોડે જ્યાં એક ગાંઠ, બાંધે બીજી ત્યાં એ તત્કાળ
હરેક ઇન્સાનના દિલમાં વસીને, ભગવાન જોઈ રહ્યો કર્મો પાસે બનીને લાચાર
પામવા છે ઇન્સાને ભગવાનને, વસ્યો છે એ ખુદમાં એ ભૂલતો જાય
ખુદને ખુદમાં જાતા રોકી રહ્યા છે, ખુદનો અહં ને ખુદના વિકાર
નિરાકારી વસી રહ્યો છે સાકાર ઇન્સાનમાં, જોયા નથી અમે એક વાર
લાગે ચોટ હૈયામાં એની એને, બને જીવનમાં દુઃખ આગળ લાચાર
કરે ફરિયાદ ક્યાંથી એની એ કોને, જોઈ ગયો છે વધુ સોનેરી હાર
દઈ રહ્યો છે અનેક સંકેતો ઇન્સાનને, સાંભળે ના એને લગાર
એક દિવસ સુધરશે ઇન્સાન, આશ ધરી બેઠો છે ભગવાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)