છે ખામીઓ તો મુજમાં ઘણી, ના એ હું જાણું પ્રભુ, તું એ તો જાણે છે
ભાગ્યની રેખાઓ છે મુજથી છૂપી, ના એ હું વાંચી શકું, તું એ વાંચી શકે છે
પ્રેમ વહે મુજ હૈયામાં કેમ કરી તને એ ધરું, ના ધરું તોય તું એ ઝીલી શકે છે
છુપાયો છે જગમાં તું પ્રભુ એવી રીતે, ના હું તને જોઈ શકું, તું મને નીરખી શકે છે
કરું મનના ખૂણે છૂપા વિચારો, ના ભલે હું એ જાણું, તું એ જાણી લે છે
હૈયાના છાના ખૂણે ભાવ જાગે, તું એ જાણ્યા વિના ના રહે છે
શ્વાસેશ્વાસે ખેલ ખેલી એ કર્મોના, યાદ રહે ના રહે, તું એ યાદ રાખે છે
જીવન વીતી રહ્યું છે, બાકી છે કેટલું ના એ હું જાણું, તું એ જાણે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)