ભૂલો કરવી નથી, કરવી નથી, કહેવાથી એ અટકી જવાની નથી
કારણો ગોત્યા વિના, એ તો કાંઈ રોકાવાની નથી
કરીશ કોશિશો ભૂલોને ઢાંકવા, પાછી થયા વિના રહેવાની નથી
સુધારવું હોય જો જીવન, ભૂલો દૂર કર્યાં વિના છૂટકો નથી
ભૂલો વિનાનો નથી માનવ જગમાં, માનવ એવો મળવાનો નથી
નાની મોટી થાતી રહે ભૂલો સહુથી, રીત જગની અજાણી નથી
માનવી માનવીને સમજવામાં, ભૂલો કર્યાં વિના રહેતા નથી
કરે ભૂલો ઘણી, તને ખોટી રીતે સમજવાની ભૂલ કરવી નથી
જગમાં જીવન ખોટી રીતે જીવવાની તો ભૂલ કરવી નથી
અમલ વિનાના નિર્ણયો લેવાની તો ભૂલ કરવી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)