માંડી છે આવા માલની શાને તે હાટડી, માલ તારો વેચાવાનો નથી
રાખ્યા છે જરીપુરાણા વિચારો શાને ભરી, માલ તારો ખરીદનાર મળવાનો નથી
શાને રાખ્યા છે ડબ્બા ક્રોધના ખુલ્લા, માલ એ કાંઈ વેચાવાનો નથી
રાખ્યો છે માલ ઈર્ષ્યાનો શાને ખુલ્લો, એ તરફ કોઈ જોવાનું નથી
કુસંપનો માલ રાખી ખુલ્લો બેઠો, જાહેરમાં ખરીદનાર મળવાનો નથી
વહેંચે છે એ જે જગમાં છે બધા પાસે ભારોભાર, માલ તારો વેચાવાનો નથી
જોઈએ છે બધાને દિલ હરતું ને મનગમતું, એના વિના કોઈ ખરીદવાનું નથી
ના કર ફરિયાદ બદલ તારા માલને તું, એના વગર કાંઈ ચાલવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)