ધીરેધીરે, ધીરેધીરે, ધીરેધીરે, ધીરે
છે પ્રભુ તો મંઝિલ તારી, માંડ ડગલી એની તરફ ...ભલે
વાળ મનને તું પ્રભુચરણમાં, વાળ એની તરફ ... ભલે
દે વહેવા ભાવનું ઝરણું, વાળ એને પ્રભુની તરફ... ભલે
સ્થાપ મૂર્તિ પ્રભુની હૈયામાં, કર કોશિશો એની ...ભલે
રોક વિચારોની કૂદાકૂદી, વાળ એને પ્રભુની તરફ ... ભલે
છે નામ પ્રભુનું અંતરનું બિંદુ, રહેજે પચાવતો એને ...ભલે
પ્રેમેપ્રેમે પોકારતો, ઉતારતો જા અંતરમાં એને...ભલે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)