Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 391 | Date: 02-Mar-1986
સુખ ક્યારે લૂંટાઈ જાશે, એ કહી શકાય ના
Sukha kyārē lūṁṭāī jāśē, ē kahī śakāya nā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 391 | Date: 02-Mar-1986

સુખ ક્યારે લૂંટાઈ જાશે, એ કહી શકાય ના

  No Audio

sukha kyārē lūṁṭāī jāśē, ē kahī śakāya nā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-03-02 1986-03-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1880 સુખ ક્યારે લૂંટાઈ જાશે, એ કહી શકાય ના સુખ ક્યારે લૂંટાઈ જાશે, એ કહી શકાય ના

સુખ આધાર હશે જ્યાં બીજે, ભરોસો રખાય ના

જોડ્યું હશે સુખ અસ્થિરમાં, સ્થિર એ રહે ના

નાશવંત ચીજમાં ગોતશો, શાશ્વત એ રહેશે ના

ક્ષણિક સુખમાં રાચી રહેશો, ક્ષણથી વધુ ટકશે ના

સુખ ગોતતાં વિચાર કરજો, વિચાર વિના ગોતશો ના

`મા' નાં ચરણ જેવું, શાશ્વત બીજું કંઈ મળશે ના

મનને જોડશો જો એમાં, એના જેવું સુખ બીજે મળશે ના

આતમમાં તું જો એને જોશે, સુખ બીજે ગોતવું પડશે ના

ઋષિમુનિ, ભક્તો સુખ પામ્યા, બીજે એમણે ગોત્યું ના

આજ તું જોડ મનડું `મા' માં, જોજે એ બીજે જાયના

પરમ સુખ-શાંતિ ત્યાં મળશે, બીજે તને મળશે ના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukha kyārē lūṁṭāī jāśē, ē kahī śakāya nā

sukha ādhāra haśē jyāṁ bījē, bharōsō rakhāya nā

jōḍyuṁ haśē sukha asthiramāṁ, sthira ē rahē nā

nāśavaṁta cījamāṁ gōtaśō, śāśvata ē rahēśē nā

kṣaṇika sukhamāṁ rācī rahēśō, kṣaṇathī vadhu ṭakaśē nā

sukha gōtatāṁ vicāra karajō, vicāra vinā gōtaśō nā

`mā' nāṁ caraṇa jēvuṁ, śāśvata bījuṁ kaṁī malaśē nā

mananē jōḍaśō jō ēmāṁ, ēnā jēvuṁ sukha bījē malaśē nā

ātamamāṁ tuṁ jō ēnē jōśē, sukha bījē gōtavuṁ paḍaśē nā

r̥ṣimuni, bhaktō sukha pāmyā, bījē ēmaṇē gōtyuṁ nā

āja tuṁ jōḍa manaḍuṁ `mā' māṁ, jōjē ē bījē jāyanā

parama sukha-śāṁti tyāṁ malaśē, bījē tanē malaśē nā
English Explanation: Increase Font Decrease Font

When happiness will be snatched away, one does not know.

When one depends on another thing for happiness, it cannot be trusted.

When happiness is connected to instability, it will not be steady.

If it is searched in perishable things, it will not be eternal.

If you will enjoy momentary happiness, it will not stay even for a second.

When you seek happiness think carefully, don't seek it without thinking.

Other than the lotus feet of Divine Mother, there is nothing eternal elsewhere.

If you devote your mind towards Her worship, you will get an incomparable joy.

If you seek it in your soul, you need not search for happiness anywhere else.

The sages, saints, devotees got happiness, they did not seek it anywhere else.

Today you unite your mind with the Divine Mother, see that it does not go anywhere else.

Your will obtain eternal joy and peace there, which you will not get anywhere else.
Scan Image

Gujarati Bhajan no. 391 by Satguru Sri Devendra Ghia - Kaka