આ વિશાળ વિશ્વના વિશ્વપતિ અદ્ભુત અનુગ્રહ આજ અમ પર એવો કરો
નાકામિયાબીઓમાં ના અમે તૂટી જઈએ, કામિયાબીઓમાં ના અમે બહેકી જઈએ
વેરઝેર હૈયાના તો અમારાં હરો, અમારી દૃષ્ટિમાં તો સમતા વસો
સુખદુઃખનાં બીજને હૈયેથી ઉખેડી, દૃષ્ટિમાં અમારી તો સદા તમે રહો
કરીએ સત્કર્મો સદા જીવનમાં, હૈયાના અમારા, ત્રિવિધ તાપ તો હરો
હૈયેથી અમારાં અહંનાં બીજ હરો, હૈયા અમારાં પ્રેમથી સદા છલકાવો
મૂંઝાઈએ ના કદી જીવનમાં અમે, મનના મૂંઝારા બધા અમારા હરો
કરીએ કોટિકોટિ વંદન તમને, ભવોભવના જનમફેરા અમારા હરો
મન રહે સ્થિર તમારાં ચરણમાં, ચિત્તની ચંચળતા બધી અમારી હરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)