પ્રેમ તમારો ભલે દિલને નહીં સમજાય, વિયોગ તમારો નહીં સહેવાય
નવરાવ્યા નિરંતર લાગણીમાં, લાગણીનાં ઝરણાં ના કદી સુકાય
ઉપમા દેવી કોની તમને, ઉપમાઓ પણ ના પૂરી ગણાય
અમારી વાણીના ઝીલ્યા ઘણા ઘા, પ્રવાહ પ્રેમનો ના એમાં બદલાય
ચીર ખોલી ના દર્દ દેખાડયું, દિલના દર્દ રુઝાવ્યા સદાય
રહ્યા સદા બનીને જીવનમાં એવા, પડછાયો બનીને સદાય
સૂરજ બનીને અમને ચમકાવ્યા, રહ્યા ચાંદની બનીને સદાય
ઘા ઝીલ્યા સંસારના ઘણા, રાખ્યું હસતું મુખ સદાય
યાદેયાદે તો હૈયું ઊભરાય, દિલનો વિયોગ તમારો નહીં સહેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)