મેળવવી છે મનની શાંતિ ને હૈયાનો આરામ
બનાવવું છે મનડાંને મારા, મારી મુક્તિનું ધામ
પુણ્ય કે પાપથી ચીતરવું નથી મનને, કરવાં નથી જોડાણ
વ્હેલોમોડો આવશે એક દિવસ, પડશે કરવું પ્રયાણ
મહેકાવી જીવનની સુવાસને, કરવા નથી ખોટા વિચાર
તનડુંમનડું રાખવું છે વિશુદ્ધ, રાખવા નથી ખોટા આચાર
મનને બનાવવો સાચો સાથી, શોધવા બીજા સાથી શું કામ
વેળાવેળાની વીતશે વેળા, કરવી ચિંતા એની શું કામ
અદ્ભુત માનવતનમાં મેળવીએ, ના મુક્તિ મળ્યું તનડું બેકાર
સાર મેળવીમેળવી જીવનમાં, મુક્તિ છે જીવનનો સાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)