દિલની વાત જો દિલ નહીં સાંભળે, સાંભળશે એને કોણ બીજું
ખીલશે નહીં પ્રેમમાં જો દિલ, ખીલશે પ્રેમમાં તો કોણ બીજું
કર્તા બનશે જે કર્મનો, ભોગવશે ફળ એનું, ભોગવશે ફળ કોણ બીજું
ઊતરી ઊંડે હૈયામાં, શોધશે ના ખુદને, શોધશે એમાં કોણ બીજું
ખોટું કરે, ખોટું બોલે, ઊતરી જાશે નજરમાંથી, ઊતરી જાશે કોણ બીજું
પામવા સ્થિરતા કરશે ના ખુદ યત્નો, કરશે યત્નો કોણ બીજું
ત્યજી સમજદારી, દોડે અવગુણો પાછળ, થાશે દુઃખી કોણ બીજું
પકડાપકડી રમી રહ્યા છે ગુણો-અવગુણો, હશે હાથમાં ગુણો જીતશે કોણ બીજું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)