જોઉં છું જોઉં છું બધું જોઉં, તને કેમ ના જોઈ શકું છું
સમજું છું સમજું છું ઘણું, તને કેમ ના સમજી શકું છું
રહું છું રહું છું ઘણા વિના, ના તારા વિના રહી શકું છું
ઇચ્છાઓ વધારતો રહું છું, પૂરી થયા વિના ના આનંદમાં રહી શકું છું
સહું છું સહું છું ખુદની ભૂલો સહું છું, ના અન્યની સહી શકું છું
રમું છુ રમું છું રમું છું, રમત ભાગ્યની તો નિત્ય રમું છું
પડયું છે પડયું છે જીવનમાં, ઘણું ઘણું પનારે પડયું છે
નમું છું નમું છું, તારી વિભૂતિઓને જીવનમાં નમું છું
ખોઉં છું ખોઉં છું, ભૂલી ઉદ્દેશ જીવનનો ઘણું ખોઉં છું
હસું છું હસું છું, ખુદની મૂર્ખાઈ પર, બેશરમ બની હસું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)