હરેક સવાર ને હરેક સાંજ આવે છે પ્રભુ એ તારે નામ, તારે નામ, તારે નામ
તપાસવું પડશે જીવનને, કર્યાં સાચાંને ખોટાં, કરેલાં કામ, કેટલાં કામ, કેટલાં કામ
કર્યું શું કેવું ને કેટલું જીવનમાં, પ્રભુને કાજ, પ્રભુને કાજ, પ્રભુને કાજ
હર કાર્ય ને હર વાતમાં હાર્યો જીવનમાં, કેટલી વાર હામ, હામ ને હામ
સાચા દિલથી ગણ્યું જગમાં જીવનને, તે પ્રભુનું ધામ, ધામ ને ધામ
કર્યું સવારથી શું, થાક ઉતારવા વિચારવા છે, હરેક સવારની સાંજ, સાંજ ને સાંજ
દિવસની ધમાલ, રાતના વિચારોની ધમાલ, મળશે ના આરામ, આરામ ને આરામ
જીવનમાં હરેક કાર્યની છે કિંમત, હરેક કાર્યનાં તો છે દામ, દામ ને દામ
આવ્યા છે જે, કહેશે જરૂર પૂછશો, ના આવ્યા છો શું કામ, કામ ને કામ
હરેક કામમાં છે કંઈક ભરેલું, રાખ્યું નથી જગમાં કોઈ ઠામ, ઠામ ને ઠામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)