છે સ્વતંત્ર કરવા કર્મો, કરજે એવાં ડંખે ના દિલ એમાં
જાજે પીગળી વિચારોમાં એવા, શૂળ ઉઠાવે ના એ જીવનમાં
લેજે ઓડકાર સંતોષના એવા, ભમે ના ચિત્ત જ્યાં ત્યાં એમાં
દેજે વિચલિતતા મિટાવી, પીજે વિશ્વાસનાં પીણાં એવાં
રાખજે દૃષ્ટિ સૂક્ષ્મ એવી, શોધવાં પડે ના તારે સરનામાં
બાંધજે સંબંધો એવા, ભળે ના તલભાર સ્વાર્થ એમાં
ભરજે યશનાં પીણાં એવાં, ઊઠે ના અહં તો એમાં
કરવાં છે ગુણગાન પ્રભુનાં એવાં, હલી ઊઠે પ્રભુનાં હૈયા એમાં
કરવી છે નજરોને કાંટા વિનાની, ભોંકાય ના કાંટા ગળે એના
સ્વસ્થ ચિત્તે રહેવું છે એમાં, ચલાયમાન ના કરે સંજોગો એમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)