એવું એ દૂરદૂર કોણ છે તારું, પૂરે છે પ્રાણ તો તુજમાં
જન્મોજનમ આવ્યો છે શોધતો એને, થઈ નથી શોધ પૂરી
મુલાકાત વિના થાય મુલાકાત શાને, હૈયામાં અહેસાસ ભારી
જોયા એને, દીધું નામ તેં એને, બીજું હવે એ નામ પ્યારું
દુઃખદર્દ ફરકે ના પાસે તારી, દિલથી પોકાર્યું નામ એનું
દૃષ્ટિ નથી તોય દેખાય દૃષ્ટિ એની, એવું છે કોણ રૂપ ધરાવનારું
નિરાકાર છે સાકાર બની આવે છે, કોણ એવું તારું હિત કરવાનું
એના વિના નથી અસ્તિત્વ તારું, છે કોણ એવું તને અસ્તિત્વ દેનારું
સમયસમયનું જ્ઞાન દેનાર, સમયથી તોય પર રહેનારું
શરણું શોધતાં એવાં તને છે કોણ, એવું તને શરણું દેનારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)