તનડું તો છે ભલે નવુંનવું, દિલે દર્દ તો છે પુરાણું પુરાણું
સંજોગો છે ભલે નવાનવા, દિલે દર્દ તો છે પુરાણું પુરાણું
હશે શિકાયતની ભાષા નવીનવી, દિલે દર્દ તો છે પુરાણું પુરાણું
મહોબ્બતની દીવાનગી છે નવીનવી, દિલે દર્દ તો છે પુરાણું પુરાણું
નજરના સંદેશાઓ છે નવાનવા, દિલે દર્દ તો છે પુરાણું પુરાણું
મહોબ્બતની ભાષા હશે નવીનવી, દિલે દર્દ તો છે પુરાણું પુરાણું
દિલે મહોબ્બતના રસ્તા હશે નવાનવા, દિલે દર્દ તો છે પુરાણું પુરાણું
હશે પ્રેમની ગલીઓ એમાં નવીનવી, દિલે દર્દ તો છે પુરાણું પુરાણું
મુક્તિ ને બંધનની તાણ છે નવીનવી, દિલે દર્દ તો છે પુરાણું પુરાણું
છે ઉમંગની છોળો એમાં નવીનવી, દિલે દર્દ તો છે પુરાણું પુરાણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)