ખુલ્લી આંખોમાં રાહ જોઉં તારી, બંધ આંખે તું ને તું દેખાય
લેતા જાય વિચારો આકારો, હર આકારમાં આકાર તારો દેખાય
મળતી આવતી રેખામાં રેખા તારી, એમાં ઊપસતી તો દેખાય
સ્વરેસ્વરના ગુંજનમાંથી તારાને, તારા રણકાર તો સંભળાય
તારા વિચારોમાં ગૂંથાય જ્યાં મન, ગુંજન હૈયામાં તારા સંભળાય
નાનોઅમથો ખખડાટ, તારા આવ્યાનો અણસાર આપી જાય
નભની ફરતી વાદળીઓમાં, પણ રૂપરેખા તારી ને તારી દેખાય
દૂરદૂરથી વાતા વાયરા, તારા આવ્યાના સંદેશા આપી જાય
યાદો તારી લાગે મીઠી, યાદો ને યાદોમાં તારી, ભાન બધું ભૂલાય
યાદેયાદે તારી, દિલડાં ને મનડાંના તાર ઝણઝણતા જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)