સદા તને યાદ કરું માડી, તું યાદ કરે કે ના કરે
નિત્ય તારું પૂજન કરું માડી, તું સ્વીકાર કરે કે ના કરે
સદા ધ્યાનમાં તારા ડૂબું માડી, તું ધ્યાનમાં આવે કે ના આવે
હૈયું તારી પાસે નિત્ય ખોલું માડી, તું ખુલ્લું કરે કે ના કરે
તારા ભાવમાં હું નિત્ય ડૂબું માડી, તું ભલે ડૂબે કે ના ડૂબે
સદા તને નમન કરું હું માડી, તું હાથ મૂકે કે ના મૂકે
તારા વિયોગે સદા ઝૂરું માડી, તું ભલે ઝૂરે કે ના ઝૂરે
સદા આંખથી મારી આંસુ વહાવું, તું ભલે લૂછે કે ના લૂછે
તુજને મુજ દૃષ્ટિમાં સદા સમાવું, તું ભલે આવે કે ના આવે
મારા હૈયે તારું આસન સ્થાપું માડી, તું ભલે બેસે કે ના બેસે
હૈયાના ભાવથી હાર સદા ગૂંથું માડી, તું ભલે પહેરે કે ના પહેરે
સદા હું તારી પાસે આવું માડી, તું ભલે આવે કે ના આવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)