કદમકદમ પર નથી રાહ બદલાતી, રાહની રાહ પડે છે જોવી
ડગલેડગલે નથી મંઝિલ બદલાતી, કરવી પડે કોશિશો મંઝિલે પહોંચવાની
હકીકત એ હકીકત રહેશે, ના એને આંખમાંથી સરકવા નથી દેવાની
શું છો, ક્યાં છો, છે ક્યાં પહોંચવું જીવનમાં, આ વાતને ના ભૂલવી
કોણ છે સાથે, કોણ છે સાથે, આ વાત સદા નજરમાં રાખવી
સુખની ખોજ છે સહુનાં દિલમાં, વેચાતી નથી એ મળવાની
કાંટાળી છે વાટ જીવનની, લક્ષ્યમાં સદા વાત આ રાખવાની
રાખી હશે આશ અસ્થાને, આશ નથી કાંઈ એ ફળવાની
વીતાવવું છે જીવન હસતા હસતા, પાડો આદત દુઃખ ભૂલવાની
પડશે કરવી તૈયારી શાંતિની, નથી મફતમાં કાંઈ એ મળવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)