મળી જાય કોઈ છાનો ખૂણો, હૈયાનો ભાર ખાલી કરવાનો
ઊંચકીઊંચકી ભાર જીવનનો, જીવનમાં તો ખૂબ થાક્યો
ભરાય એટલો ભર્યો ભાર હૈયામાં, ઊંચકીઊંચકી એને થાક્યો
રાખવી છે તકેદારી એની, જોઈ ના જાય, લાગ્યો છે ભાર એનો
ખોયું જીવનમાં, હાસ્ય જીવનનું ને જીવનની હળવી પળો
સહાનુભૂતિના બે શબ્દ વહાવી શકશે તો દડદડ આંસુઓ
બન્યો એકલવાયો એમાં, થયો આભમાં દૃષ્ટિ નાખતો
રાખી જાતને ખુદથી છૂપાવી, રહ્યો દિલને જગાવી છૂપાવતો
કરાવી ગયું જે દિલ ખાલી, લાગ્યો આસમાનનો ફરિશ્તો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)