ખ્યાલમાં ખ્યાલ નથી પ્રભુનો, ખ્યાલ કોનો આવે છે
રહ્યા સતત જે વિચારોમાં, વિચાર તો એના આવે છે
નફા-નુક્સાનથી હતું ભર્યું હૈયું, વિચાર તો એના આવે છે
શું કર્યું શું નહીં, યાદ નથી, ના વિચાર તો એના આવે છે
વેડફાટમાં વ્યસ્ત રહ્યા, ના વિચાર તો એના આવે છે
હતા પ્રભુ દુઃખના સમયની સાંકળ, ખ્યાલ ત્યારે એનો આવે છે
હરપળે જાગે જરૂરિયાતો, સદા યાદ તો એની આવે છે
સમસમી રહ્યા છે અપમાનો ને ઇચ્છાઓ, યાદ તો એની આવે છે
અટવાઈ ગયા યાદોમાં પ્રભુ, ના એમાંથી એ બહાર આવે છે
મારે અદીઠ ઘા કિસ્મત, યાદ પ્રભુ ત્યારે તો આવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)