કર્યાં છતાં નથી કર્યું, થયા છતાં નથી થયું ...
આવી અવસ્થામાંથી પડશે સહુએ પસાર થાવું ...
અહીંયા છતાં અહીંયા નથી, પહોંચવું છે ત્યાં પહોંચ્યા નથી...
દુઃખી ભલે નથી, સુખી તો ગણી શકતા નથી...
માનવા છતાં મનાતું નથી, ના માનવા જેવું પડે છે માનવું ...
ના બન્યું બનાતું નથી, ખોટા ભ્રમમાં રહેવાતું નથી ...
ના કરવાનું રહીએ કરતા, કરવા જેવું તો થાતું નથી...
ના કહેવાનું જઈએ કહેતા, કહેવાનું કહી શકતા નથી ...
ખોટી દોડધામમાં, જવું છે જ્યાં, તૈયારી થાતી નથી ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)