રડી રડીને જનારને રોકી શક્યા નથી,
શા માટે જનારને હસતા વિદાય ના આપવી
કરી શક્યા નથી જ્યાં ઇચ્છા બધી પૂરી,
શા માટે ઇચ્છાઓ એની કરવી ના પૂરી
પ્રેમથી રાખી શક્યા ના જ્યાં પાસે,
શા માટે પ્રેમથી યાદ એની તો કરવી
વિનંતીઓ ને વિનંતીઓ ના અટકાવી શકી,
શા માટે એના માટે ના પ્રાર્થના કરવી
જીવતા પ્રગતિમાં સાથ ના આપી શક્યા,
શા માટે એની ઉન્નતિની પ્રાર્થના ના કરવી
ગયા, પડયું અંતર, ગયા ક્યાં ખબર ના પડી,
શા માટે દિલમાં યાદની જ્યોત ના કરવી
સુખસંપત્તિના હતા જ્યાં ભાગીદાર,
શા માટે એના કાજે પુણ્યની કમાણી ના કરવી
ધ્યેય જુદા, રસ્તા જુદા, ઋણાનુબંધની હતી કેડી,
ચૂકવી ઋણ એનું શાને મુક્તિ ના યાચવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)