ઝીલી અસહ્ય પ્રસવ વેદના, ધરે છે લીલીછમ ધરતી જગને
ઝીલી અસંખ્ય થપાટ સમુદ્રની, સહે છે સમુદ્રના પ્રેમને
જીવંત છે ને સમજજે, માનવ બનીને કાબેલ તું પ્રેમને
ઝીલી અસહ્ય તાપ સૂર્યનો, ધરી ચાંદની ધરતીને, કરે છે વ્યક્ત પ્રેમને
શીખવે કુદરત માનવ તને, લાગવા ના દેજે બટ્ટો તારા પ્રેમને
કરી ના ફરિયાદ કોઈએ કોઈની, રહ્યા વહાવતા પ્રેમની ધારાને
હતું ના હૈયું ખાલી, હતું પ્રેમથી પૂર્ણ, હતી વફાદારી પ્રેમને ને પ્રેમને
જોયા ના કાંટા-કાંકરા નદીના જળે, ચાલી પ્રેમથી ભેટવા સમુદ્રને
પ્રેમને દીધા મારગ પહાડ ને પથ્થરોએ ચીરીને ખુદ નાં હૈયાને
શીખવે છે કુદરત માનવ તને, લાગવા ના દેજે બટ્ટો તારાં પ્રેમને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)