સમજદારીનાં દ્વાર બંધ જ્યાં થયાં, ભ્રમણાનાં દ્વાર ખૂલી ગયાં
પુરુષાર્થના બંધ કર્યાં જ્યાં રસ્તા, આળસના રસ્તા ખૂલી ગયા
શંકાની ગાંઠ છોડતા ગયા, દ્વાર દિલનાં તો એ ખોલતા ગયા
મોહનાં પડળો તૂટતાં ગયાં, દ્વાર વૈરાગ્યાના એમાં ખૂલતાં ગયાં
વાણીમાં જ્યાં અહંના સૂરો ભળ્યા, સહુને ખુદથી દૂર કરતા ગયાં
સ્નેહનાં ઝરણાં જ્યાં વહેતાં રહ્યાં, સંબંધોને મજબૂત એ કરતાં રહ્યાં
દિલ અસંતોષમાં જ્યાં જલતાં રહ્યાં, માઠા દિવસોનાં એંધાણ દેતાં રહ્યાં
અજંપાને કિનારે નાવ ચલાવતા રહ્યા, શાંતિને કિનારે નાવ પહોંચાડી ના શક્યા
દુઃખદર્દની ગાંઠો ના છોડી શક્યા, સુખનો સાગર હૈયે ના છલકાવી શક્યા
અધૂરાને અધૂરું રાખવાની આદત પાડતા રહ્યા, કોઈ કાર્ય પૂરું ના કરી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)