ભર્યું ભર્યું છે માધુર્ય કેવું નામમાં તમારા, બની ગયા અમે તમારાં ને તમારાં
નજરથી વરસાવો છો માધુર્ય કેવું મળતાં નથી, બની ગયા અમે તમારાં ને તમારાં
તમારાં સ્મરણો ધરી રહ્યાં છે આકાર તમારા, બની ગયા અમે તમારાં ને તમારાં
કરીએ વિચાર તમારાં ભૂલીએ જગ છે અમારું, બની ગયા અમે તમારાં ને તમારાં
હૈયાના પ્રેમને ગણજો ભક્તિ તમે અમારી, બની ગયા અમે તમારાં ને તમારાં
ચાહના નથી પાડે કોઈ અલગ તમને અમારાથી, બની ગયા અમે તમારાં ને તમારાં
છે કોશિશો અમારી ઊઠે હર ધડકનથી સૂરો તમારાં, બની ગયા અમે તમારાં ને તમારાં
વસ્યા છો જ્યાં દૃશ્યોમાં એમાં રહેજો એમાં સદા, બની ગયા અમે તમારાં ને તમારાં
સ્મરણ તમારું બને સંપત્તિ જ્યાં અમારી, બની ગયા અમે તમારાં ને તમારાં
જીવનમાં સદા ચાલવું છે બુદ્ધિએ તમારી, બની ગયા અમે તમારાં ને તમારાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)