ભાવભરી આવે જ્યારે બાળકો `મા', હૈયે તેં ખૂબ હરખી લીધું
બાળકોના હાલ બૂરા જોઈને માડી, તેં છૂપું-છૂપું રડી લીધું
વિખૂટા પડેલા તારા બાળને જોઈને માડી, મૌન બની તેં સહી લીધું
નાદાનિયત કરતા જોઈને બાળને માડી, મંદ-મંદ તેં હસી લીધું
ભાવભરી આવે બાળકો જ્યારે `મા', હૈયે તેં ખૂબ હરખી લીધું
તુજને ગોતતા બાળની સાથે માડી, રમત કરી તેં રમી લીધું
પોકાર કરતા તારા બાળને જોઈને માડી, નયન ભરી તેં નીરખી લીધું
તુજને ગોતતા થાકતા બાળને જોઈને માડી, મીઠું ચુંબન તેં કરી લીધું
ભાવભરી જ્યારે આવે બાળકો માડી, હૈયે તેં ખૂબ હરખી લીધું
સદા તારું રટણ કરતા તારા બાળને માડી, અમૃતપાન તેં ધરી દીધું
આતુરતાથી રાહ જોતા તારા બાળને માડી, દર્શન તેને તેં દઈ દીધું
ભાવભરી જ્યારે આવે બાળકો માડી, હૈયે તેં ખૂબ હરખી લીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)