કાટ ચડયો છે ભાગ્ય પર એવો, ઘસું ઘસું ના આવે ચળકાટ
રાખ્યા કંઈક મનોરથો દિલમાં, ભાગ્યે આવવા ના દીધો મુખ પર મલકાટ
ચાલી રહી છે જીવનગાડી, ચાહું ચાલે જગમાં એ તો સડસડાટ
કરું કોશિશો ચલાવવા જગમાં તો એને ચાલે તો એ પૂરપાટ
કાટ ચડેલા ભાગ્યે ના ચાલવા દીધી, કરતી રહી એ ખડખડાટ
જાય ના દિવસ ખાલી એવો, હોય ના દિલમાં કોઈ ફફડાટ
વધે ગાડી આગળ ચમકતી, દિલમાં વધ્યો છે એ સળવળાટ
ઇચ્છાઓ ને વાસનાઓનો ઝનૂન ખૂબ, ચડયો છે એના પર કાટ
પ્રેમ ને પ્યાર ના જાગ્યો દિલમાં, વધ્યો છે ખૂબ ઉચાટ
પામે જો મંઝિલ એની તો, પામે પાછો એ પોતાનો ચળકાટ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)