મળ્યું જગમાં તને જીવનનું રે દાન, જીવનનું તેં શું કર્યું
મળી હતી બાળપણની નિર્દોષતા જીવનમાં ક્યાં તેં એ ખોયું
દીધી તને જોશભરી જવાની, ઊજળી તો એને કરી
કર વિચાર હરખભર્યાં હેતમાં, જવાનીમાં તેં શું શું કર્યું
કર્યું ઘણુંઘણું તેં જીવનમાં, નામ સત્તાનું કેમ રોશન ના કર્યું
જોમ ગુમાવી, અનુભવનું ભાથું લઈ, ઘડપણ ધસી આવ્યું
બાળપણ ગયું, જવાની ગઈ, ઘડપણ આવ્યું, કરવા જેવું શું કર્યું
બાકી ને બાકી બાકી રહ્યું, ના પુરું કર્યું, જીવન આમ વીતતું ગયું
પામ્યા વિના જાશે જીવન વીતી, જીવનમાં તેં શું કર્યું
એક વાર દાન લીધું જીવનનું, જીવન તો આમ વીતી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)