પ્રેમના જામ ભરીને લાવ્યો, પ્રેમથી પીજો એને માડી
નયનોમાં ઇન્તેજારી ભરીને આવ્યો છું, દર્શન દેજો રે માડી
બધું છોડીને આવ્યો છું, પગમાં તમારાં લેજો રે માડી
અભિમાન, લોભ ત્યજીને આવ્યો છું, શરણમાં લેજો રે માડી
હૈયે મળવાની તમન્ના ભરીને આવ્યો છું, પૂરી એને કરજો રે માડી
પૂરા ભાવ ભરીને આવ્યો છું, કરજો સ્વીકાર એને માડી
દુઃખદર્દ ભૂલીને આવ્યો છું, ભાન ભુલાવી દેજો રે માડી
કંઈક આશાઓ મિટાવી આવ્યો છું, બંધન મનમાં તોડજો રે માડી
બીજું સાંનિધ્ય છોડીને આવ્યો છું, સાંનિધ્ય તમારું દેજો રે માડી
જેવો છું એવો એવો આવ્યો છું, સ્વીકાર મારો કરજો રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)