ભરી દીધી છે ઝોળી તારી તો એણે, મહોબ્બતથી ને મહોબ્બતથી
ભરી રહ્યો છે ઝોળી તું તો એની, ફરિયાદો ને ફરિયાદોથી
નજર બહાર રાખતો નથી તું એને, દીધો ના વસાવી નજરમાં તેં એને
છે ઉત્સુકતા એની તો કેવી, સાદે સાદે તારી આવે છે એ દોડી
કર્મોના ખેલ ખેલી રહ્યો છે ભલે તું, કર્મોની પેલે પાર છે તૈયાર ભેટવા તને
અદ્ભુત છે આવી એની બિરાદરી, કદર જીવનમાં ના તેં એની કરી
છે વિશાળ હૈયું કેવું તો એને છે તું મેલો ઘેલો રહ્યો છે તને આવકારી
જોયાં કદી ના તેં કર્મો તારાં, જો જરા જાય છે બધી ભૂલો તારી ભૂલી
વગર વિચારે રહ્યો છે કરતો તું કર્મો, છે એ તારી ને તારી જવાબદારી
હટ્યો ભલે તું જવાબદારીમાંથી તારી, જાતો નથી કદી એ એમાંથી છટકી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)