સમજાવું છું દિલને ઘણુંઘણું, સમજાઈ જાય જો એને એ તો ઘણુંઘણું
ઢૂંઢ ના કોઈ ખોટો સહારો જીવનમાં, સમજાઈ જાય જો એને એ તો ઘણુંઘણું
દિલ છે સ્થાન પ્રેમનું, રાખતો ના એને ખાલી, સમજાઈ જાય જો એને એ તો ઘણુંઘણું
આવ્યો છે જ્યાં જગમાં, પડશે રહેવું હળીમળી, સમજાઈ જાય જો એને એ તો ઘણુંઘણું
વાળશે અહં દાટ તો તારાં જીવનમાં, સમજાઈ જાય જો એને એ તો ઘણુંઘણું
ભાગ્ય આગળ પડે છે નમવું ભૂપતિએ પણ, સમજાઈ જાય જો એને એ તો ઘણુંઘણું
સત્યનો થાયે વિજય, હિંમત વિના ના ટકશે, સમજાઈ જાય જો એને એ તો ઘણુંઘણું
આંસુડાં છલકાવી દુઃખ ના વળશે જીવનમાં, સમજાઈ જાય જો એને એ તો ઘણું ઘણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)