જૂની છે સગાઈ રે માડી, તારે ને મારે જૂની છે સગાઈ
જનમોજનમથી રે માડી, પડી છે તુજથી બહુ જુદાઈ – રે…
ધરીને કંઈક જન્મો, રહ્યો સદા તારી માયામાં અટવાઈ – રે…
ધર્યા રે મેં કંઈક જનમો માડી, તોય તૂટી ના જુદાઈ – રે…
આવું જ્યાં તારી પાસે રે માડી, ગયા તારી માયામાં હડસેલાઈ – રે…
કદી તારું મુખડું દેખાય પાસે માડી, કદી એ દૂરનું દૂર ખેંચાય – રે…
જનમોજનમ કર્યું જે પુણ્ય માડી, રહ્યું છે એ બધું વેડફાઈ – રે…
ક્યાં સુધી રહીશ હું માડી, તારી માયામાં આવી રીતે અટવાઈ – રે…
દીધા કંઈક કોલો જનમજનમથી માડી, ગયા છે બધા વિસરાઈ – રે…
તારી માયામાં ગયો છું બંધાઈ, માડી પામ્યો છું તારી જુદાઈ – રે…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)